Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બુલેટ રિપેમેન્ટ સ્કીમ હેઠળ રિઝર્વ બૅન્કે ગોલ્ડ લોનની વર્તમાન રકમ વધારવાનો નિર્ણય કર્યો છે. પહેલાં આ મર્યાદા 2 લાખ રૂપિયા હતી હવે તેમાં બેવડો વધારો કરીને 4 લાખ રૂપિયા કરી દેવાઈ છે.

જોકે આ સુવિધા નિર્ધારિત શહેરી કો-ઓપરેટિવ બૅન્કોમાં જ મળશે. શુક્રવારે નાણાનીતિની સમીક્ષા બેઠક મળ્યા પછી આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે જે અર્બન કો-ઓપરેટિવ બૅન્કોએ 31 માર્ચ, 2023 સુધીમાં પ્રાઇમરી સેક્ટર લોન (પીએસએલ) ટાર્ગેટ પૂરો કર્યો હશે તે બૅન્કો જ ગોલ્ડ લોનની રકમ વધારી શકશે.

બુલેટ રિપેમેન્ટ ઓપ્શનમાં લોનધારકને લોનનો સમયગાળો પૂરો થતાં મૂળ રકમ અને વ્યાજની રકમ ચૂકવવાની રહેશે. દરમિયાન રિઝર્વ બૅન્કે સતત ચોથી વાર રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે તમારો ઈએમઆઇ હાલમાં નહીં વધે. દાસે કહ્યું હતું કે 4 ઓક્ટોબરે મળેલી નાણાનીતિની બેઠકમાં રેપોરેટ 6.50% જ રાખવા નક્કી કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં જીડીપી 6.5% જ રહેવાનું અનુમાન છે. નોંધનીય છે કે મે, 2022થી ફેબ્રુઆરી, 2023 દરમિયાન સતત 6ઠ્ઠી વાર વ્યાજદર વધારાયો હતો.