ઇક્વિટી માર્કેટની સાથે-સાથે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનો પણ મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઇક્વિટી માર્કેટમાં સતત વોલેટાલિટી છતાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. જુલાઇ મહિનામાં રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઘીમું પડી ₹37,113.39 કરોડ રહ્યું છે જે અગાઉના મહિના કરતા 8.61% ઘટ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકવાનો ટ્રેન્ડ સતત 41 મહિનાથી પોઝિટીવ રહ્યો છે. આ સાથે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) પ્રથમ વખત રેકોર્ડ 65 લાખ કરોડ નજીક ₹64,96,653.14 પહોંચી હોવાનું એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં દર્શાવાયું છે.
NFOs પણ રોકાણમાં આકર્ષણ લગાડ્યું : ગયા જુલાઈમાં સરેરાશ 15 નવી ફંડ ઑફર્સ (NFOs) રજૂ કરવામાં આવી હતી. NFOએ સામૂહિક રીતે ₹16,565 કરોડ એકત્ર કર્યા હતા. આ પૈકી સેક્ટોરલ અને થીમેટિક ફંડ્સે ₹9,790 કરોડના નોંધપાત્ર યોગદાન સાથે આગેવાની લીધી હતી. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં પાંચ ટોચના મ્યુચ્યુઅલ ફંડ્સ કે જેણે છેલ્લા પાંચ વર્ષમાં 20 ટકાથી વધુ CAGR રિટર્ન આપ્યું છે.
રોકાણના માહોલમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. હાઇબ્રિડ ફંડ્સમાં ગયા મહિને નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.જુલાઈમાં રૂ.17436 કરોડ નોંધાયું હતું જે જૂનમાં રૂ. 8855 કરોડથી નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. આ ઉછાળો ઇક્વિટી અને ડેટને મિશ્રિત કરતા વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં રોકાણકારોના વધતા વિશ્વાસને રેખાંકિત કરે છે. મ્યુચ્યુઅલ ફંડમાં આવી રહેલું રોકાણ ભારતીય શેરમાર્કેટને મજબૂત સપોર્ટ કરી રહ્યું છે.