પાકિસ્તાનના બોલન જિલ્લામાં પોલીસ વેન ઉપર ધમાકો થયો છે. જેમાં 9 પોલીસ અધિકારીઓનું મોત થયું છે. 15 ઘાયલ જણાવવામાં આવે છે. આ વિસ્તાર બલૂચિસ્તાન પાસે છે. પોલીસે તેને ફિદાઈન હુમલો જણાવ્યો છે. હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ જ આ સંપૂર્ણ મામલો સ્પષ્ટ થઈ શકે છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વેન કામ્બરી પુલથી પસાર થઈ રહી હતી. ત્યારે તેમાં ધમાકો થઈ ગયો. ઘટનાસ્થળે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ફોર્મ હાજર છે. છેલ્લાં 2 મહિનામાં પોલીસ ઉપર ચોથીવાર આવો મોટો હુમલો થયો છે.
દુર્ઘટનામાં ઘાયલ પોલીસ અધિકારીઓનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે. તેમને સારવાર માટે હેલિકોપ્ટરમાં બોલનથી ક્વેટા હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યાં છે. ક્વેટાની બધી હોસ્પિટલને હાઈ એલર્ટમાં રાખવામાં આવી છે. મૃત્યુ પામનાર પોલીસનો આંકડો વધવાની પણ શક્યતાઓ છે.