એમ્સના પૂર્વ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ દેશમાં ફેલાઈ રહેલા H3N2 ઈન્ફલ્યુએન્ઝાથી લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. તેમે જણાવ્યું છે કે તે કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે મેસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, અને વારંવાર હાથ ધોતા રહો. વૃદ્ધો અને પહેલેથી જ કોઈ બીમારીથી પરેશાન લોકોને તેનાથી વધુ પરેશાની થઈ શકે છે.
આ તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હેલ્થ એક્સપર્ટ્સની સાથે H3N2 ઈન્ફલ્યુએન્ઝાના વધતો કેસો બાબતે ચર્ચા કરવા માટે એખ બેઠક બોલાવી છે. તેમાં એક્સપર્ટ્સે કહ્યું કે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ ફ્લૂના કેસ વધી રહ્યા છે. આ ફ્લૂ નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકો માટે જોખમી બની શકે છે. એક્સપર્ટ્સે તેનાથી બચવા માટે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી છે.
દેશમાં બે મહિનામાં વધી રહ્યા છે ઈન્ફલ્યુએન્ઝાના કેસ
છેલ્લા બે મહિનામાં રાજધાની દિલ્હી સહીત દેશના અનેક ભાગોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારી બાદ ફ્લુના વધતા કેસોથી લોકોમાં ભય છે, કારણ કે તેના દર્દીઓમાં કોરોનો જેવા જ લક્ષણો દોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એવા અનેક દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે, જે 10-20 દિલસથી ભારે તાવ અને ઉધરસથી પરેશાન છે.