નાણાંકિય વર્ષ પુરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પગારદાર કર્મચારીઓ અથવા બિઝનેસમેન માટે ‘એક પાઇની બચત એ એક પાઇની કમાણી છે’, એમ ઘણા કહે છે તો આવા સંજોગોમાં ટેક્સ પ્લાનિંગ અતિ આવશ્યક બન્યું છે. કર તમારું વળતર ખાઇ જતા હોવાથી કર બચત પ્રત્યેક વ્યક્તિના નાણાંકીય આયોજન કવાયતનો એક આંતરિક ભાગ હોવો જોઇએ.
એક કરદાતા તરીકે તમારી પાસે વિવિધ કર બચત સાધનો જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (એનએસસી), ટેક્સ સેવર બેન્ક એફડી, ઇક્વિટી લિંક્ડ સ્કીમ વગેરેમાંથી પસંદગી કરવાનો વિકલ્પ છે તેમ ક્વોન્ટમ AMCના ફંડ મેનેજર-ક્વિટી ક્રિસી મેથાઇએ નિર્દેશ કર્યો છે. કર લાભ આપતા વિવિધ સાધનોમાંથી ઇક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) જે કર બચાવતા મ્યુચ્યુઅલ ફંડ્ઝ તરીકે પણ ઓળખાય છે તેણે છેલ્લા એક દાયદામાં કરદાતાઓમાં ભારે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. વ્યક્તિગતો તેમજ HUF પણ ELSS અથવા કર બચાવતા મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે અને કર લાભો માટે દાવો કરી શકે છે.
સેબી કર બચત કરતા મ્યુચ્યુઅલ ફંડ્ઝની એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ્સ તરીકે વ્યાખ્યા આપે છે જેમાં કાયદેસર લોક-ઇન પિરીયડ અને કર લાભ આવે છે. આ ફંડ્ઝ તેની કુલ અસ્કયામતોમાંથી ઓછામાં ઓછી 80% જેટલી રકમનું ઇક્વિટી અને ક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરે છે.