દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી 185 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડ તથા એટીએસની ચુનંદા ટીમ દ્વારા સંયુકત ઓપરેશનમાં ઇરાનની બોટને પકડી પાડીને રૂ. 425 કરોડના 61 કિલો ડ્રગ્સના જથ્થા સાથે પાંચ ઈરાની ખલાસીઓની અટકાયત કરી હતી.
આ ડ્રગ્સના જથ્થા સહિતના પાંચેય ખલાસીઓને કોસ્ટગાર્ડ કચેરીમાં ખસેડી એટીએસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમની પ્રાથમિક પુછપરછ હાથ ધરાતા અમુક ચોંકાવનારા ખુલાસા થયા છે.જે ડ્રગ્સનો જથ્થો સાગરકાંઠે ડીલેવરી કરી પછી ઉકત નશીલો પદાર્થ વાહનો મારફતે ઉતર ભારતમાં સપ્લાય કરવાનો કારસો હોવાનુ પણ પ્રાથમિક પુછપરછમાં ખુલ્યુ છે.
એટીએસના વડા દીપેન ભદ્રન તથા એસપી સુનિલ જોશી તથા સ્ટાફ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડને સાથે રાખીને કરાયેલા આ સયુંકત ઓપરેશનમાં 61 કિલો જથ્થો આંતરરાષ્ટ્રીય કિંમત 427 કરોડનો માલ પકડી લેવાયો હતો જે ડ્રગ્સ ઇરાનના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા ગુલામ બલોચીનુ હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું.જે ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના યશની બંદરેથી પાંચ ઈરાની ખલાસીને સાથે રાખી મોકલવામાં આવ્યો હતો.