Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ન્ડિયન ડાયસ્પોરા વિરોધમાં:સ્કોટલેન્ડમાં ભારતીયોએ કહ્યું - જો હમઝા યુસુફ આવશે તો અમે સુરક્ષિત રહીશું નહીં

લંડન25 મિનિટ પહેલાલેખક: લંડનથી ભાસ્કર માટે મોહમ્મદ અલી

ફર્સ્ટ મિનિસ્ટરની રેસમાં યુસુફ આગળ
સ્કોટલેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર બનવાની રેસમાં નેશનલ પાર્ટી ( એસએનપી) નેતા અને પાકિસ્તાન મૂળના હમઝા યુસુફ સૌથી આગ‌ળ ચાલી રહ્યા છે. ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ગયા મહિને રાજીનામું આપીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદથી જ નવા ફર્સ્ટ મિનિસ્ટર ચૂંટી કાઢવા માટે કવાયત ચાલી રહી છે. યુસુફ સ્ટર્જનના સમયથી જ આરોગ્યમંત્રી રહ્યા છે. ઇન્ડિયન ડાયસ્પોરા ટોપ પદે તેમની દાવેદારીને લઇને ભારે નારાજ છે.


સ્કોટલેન્ડમાં ભારતીય સમુદાયના સંગઠન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સ્કોટલેન્ડના નેતાઓએ ભાસ્કરને કહ્યું હતું કે યુસુફના ફર્સ્ટ મિનિસ્ટર બનવાથી ભારતીય સમુદાય સુરક્ષિત રહેશે નહીં. આના કારણે જ ભારતીય સમુદાયના લોકો કેટ ફોર્બ્સનું સમર્થન કરી રહ્યા છે. કાઉન્સિલના અધ્યક્ષ નીલ લાલે કહ્યું છે કે જો યુસુફ ફર્સ્ટ મિનિસ્ટર બનશે તો આ સ્કોટલેન્ડ માટે એક આર્થિક આફત તરીકે જ રહેશે. યુસુફ મિલનસાર વ્યક્તિ નથી. સાથે ભારતીય સમુદાયના લોકોની ચિંતાને લઇને સંવેદનશીલ પણ નથી.

લાલે કહ્યું છે કે ભારતીય સમુદાયમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને યહૂદી જેવા તમામ ધર્મના લોકો છે. યુસુફ હમઝાને લઇને તમામ સુરક્ષા મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભારતીય સમુદાયના લોકો કાયદાને પાળે છે. પરિશ્રમી છે, દેશ પર ગર્વ કરે છે. યુસુફે એક નર્સરી પર હુમલો કર્યો હતો અને માફી માગ્યા વગર જતા રહ્યા હતા.