Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશની ટોચની 10 મૂલ્યવાન કંપનીઓમાંથી નવનું માર્કેટ વેલ્યુએશન રૂ. 1,30,391.96 કરોડ વધ્યું છે. આમાં ભારતી એરટેલ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સૌથી વધુ ઉછળ્યા હતા. ટોચના 10માંથી માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ રહી હતી જેનું માર્કેટ વેલ્યુએશન વધ્યું નથી.

ભારતી એરટેલનું મૂલ્યાંકન ₹23,746.04 કરોડ વધીને ₹5,70,466.88 કરોડ થયું છે. TCSનું માર્કેટ કેપ ₹19,027.07 કરોડ વધીને ₹12,84,180.67 કરોડે પહોંચ્યું છે. જ્યારે માર્કેટ કેપમાં વધારાની દ્રષ્ટિએ, HDFC બેન્ક ત્રીજા સ્થાને રહી, જેની માર્કેટ કેપ ₹17,881.88 કરોડ વધી. આ વધારા સાથે તેનું માર્કેટ વેલ્યુએશન ₹11,80,588.59 કરોડ થયું.

ટોપ-10 કંપનીઓના રેન્કિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સૌથી મૂલ્યવાન કંપનીનું બિરુદ જાળવી રાખ્યું છે. આ પછી TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, ITC, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.

સેન્સેક્સ 2.29% ઉછળ્યો, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર
ગયા અઠવાડિયે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 1,511.15 પોઇન્ટ અથવા 2.29% ઉછળ્યો હતો. 67,481ના સ્તરે બંધ રહ્યો હતો. આ હવે 67,927ની સર્વકાલીન ઉચ્ચ સપાટીથી માત્ર 446 પોઈન્ટ્સ નીચે છે. શુક્રવારના ટ્રેડિંગમાં નિફ્ટીએ નવી ઊંચી સપાટી બનાવી હતી.