અમદાવાદ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે 186 રનની ઇનિંગે વિરાટ કોહલીને ઘણી રાહત આપી દીધી છે. વિરાટે કહ્યું હતું કે તે 40-50 રનથી ખુશ થનારો માણસ નથી. તેઓ જાણે છે કે 150 રન બનાવીને ટીમની મદદ કરી શકે છે, પરંતુ લાંબા સમયથી આવું ના કરી શકવાના કારણે તેમને વસવસો રહી ગયો હતો. જોકે હવે આ 186 રનની ઇનિંગ પછી તેઓ ઘણી રાહત અનુભવી છે. અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં કોઈ જ પ્રકારના તણાવમાં નહીં રહે.
વિરાટે આ વાત એક વીડિયોમાં કહી હતી, જેને BCCIએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી હતી. આ વીડિયોમાં કોચ રાહુલ દ્રવિડ પણ છે. દ્રવિડે કહ્યું હતું કે તેઓ પણ ઇચ્છે છે કે તેમના હેડ કોચ રહેતા વિરાટ સેન્ચુરી ફટકારે અને ડ્રેસિંગ રૂમમાં આ મોમેન્ટને માણી શકે.