Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજાર 824 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 184 દિવસમાં એટલે કે 6 મહિનામાં સૌથી વધુ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 18 હજાર 389 થઈ ગઈ છે. આ દરમિયાન, 5 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. દેશમાં મૃત્યુઆંક વધીને 5.30 લાખને પાર થઈ ગયો છે. જ્આંયારે. કુલ કેસનો આંક 4.47 કરોડને પાર થઈ ગયો છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના બુલેટિન મુજબ શનિવારે 2 હજાર 994 કેસ નોંધાયા હતા. બીજી તરફ, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, હાલમાં કુલ સંક્રમણના 0.04% એક્ટિવ કેસ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.87% નોંધવામાં આવ્યો છે. જ્યારે, સાપ્તાહિક રેટ 2.24% છે. અત્યાર સુધીમાં દેશભરમાં 4.41 કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે મૃત્યુ દર 1.19% નોંધાયો હતો.