વધતી ગરમીથી ચોમાસાના વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. આ વખતે જ્યાં અસામાન્ય રીતે જુલાઈમાં વધુ તાપમાન રહ્યું, ત્યાં હવે ભારે વરસાદ પડી રહ્યો છે.
સ્ટર્ન ઘાટના કેરળ, કર્ણાટકથી લઈને મહારાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળી રહી છે. જ્યાં જુલાઈમાં તાપમાન સામાન્યથી વધુ રહ્યું, હવે ત્યાં ઓછા સમયમાં અસામાન્ય ભારે વરસાદ રેકોર્ડ થઈ રહ્યો છે.
વાયનાડ તાજેતરનું ઉદાહરણ છે. અહીં જૂન-જુલાઈમાં તાપમાન સામાન્યથી બે-ત્રણ ડિગ્રી વધુ રહ્યું. વરસાદ પણ 14% ઓછો પડ્યો, પરંતુ તેની પેટર્ન અસામાન્ય રહી. 30 જુલાઈએ રેકોર્ડ 400 મિમી સુધી વરસાદ થયો. હાહાકાર મચી ગયો. પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં સ્થિતિ વિપરીત રહી. તાપમાન સામાન્યથી બે ડિગ્રી ઓછું હતું, તો વરસાદ પણ ઓછો પડ્યો.
દેશમાં ચોમાસાના 61 દિવસ થઈ ચૂક્યા છે. 30 દિવસ સામાન્યથી વધુ વરસાદ પડ્યો. જોકે જુલાઈમાં 9% વધુ વરસાદ પડ્યો છે, જ્યારે જુલાઈમાં 11% ઓછો વરસાદ પડ્યો હતો. હજુ પણ 38% એટલે કે 274 જિલ્લાઓમાં વરસાદ સામાન્યથી ઓછો છે. તેમાં ઉત્તરપ્રદેશના 34 અને બિહારના 33 જિલ્લા સામેલ છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં જૂનમાં 32.6% વરસાદની ઘટ હતી, જે જુલાઈમાં ઘટીને 14.3% થઈ ગઈ છે.