બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓને પારસ્પરિક ધોરણે ભારતમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવા સંમત થઈ છે. તેઓ માત્ર નોન-લિટિગેશન (કોર્ટ બહાર સમાધાનને લગતી) કેસની પર જ પ્રેક્ટિસ કરી શકશે. વિદેશી વકીલો અને પેઢીઓ કાનૂની સલાહ આપી શકશે. જોકે, તેઓને કોઈ પણ ભારતીય અદાલત, ટ્રિબ્યુનલ અથવા નિયમનકારી સત્તાવાળા સમક્ષ હાજર થવા દેવામાં આવશે નહીં.
બીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓ માટે જે 3 ક્ષેત્રો ખોલવામાં આવ્યાં છે તેમાં વિદેશી કાયદો, આંતરરાષ્ટ્રીય કાનૂની મુદ્દાઓ અને મધ્યસ્થતાની બાબતોનો સમાવેશ થાય છે. આ સુવિધાથી ભારતમાં કાનૂની વ્યવસાય અને ક્ષેત્રના વિકાસમાં મદદ મળશે અને તેમજ ભારતના વકીલોને પણ ફાયદો થશે.