Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સામાન્ય રીતે ચાલવામાં કે રોજીંદા કામોમાં શારીરિક ક્ષતિના લીધે તકલીફ વેઠતા દિવ્યાંગો અને વૃધ્ધો જયારે લોકશાહીમાં ફરજની વાત આવે ત્યારે જોમ અને જુસ્સા સાથે મતદાન કરવા ઉમટી પડતા હોય છે. રાજકોટમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં આવા અનેક દ્રશ્યો જોવા મળ્યાં. અનેક દિવ્યાંગો અને વડીલ મતદારો મતદાન માટે વ્હીલચેર અને લાકડીના ટેકે આવીને, યુવાઓને પણ શરમાવે તે રીતે ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી પ્રેરણા પુરી પાડી રહ્યા છે.


રાજકોટમાં લાખાજીરાજ રોડ ઉપર રહેતા મેહુબેન જોગરાણાએ 100 વર્ષની ઉંમરે મતદાન કરીને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી હતી અને પોતાનો નાગરિક ધર્મ નિભાવ્યો હતો. મેહુબેનને આંખે ઓછું દેખાય છે, ઓછું સંભળાય છે અને તેઓ બરાબર રીતે ચાલી પણ શકતા નથી છતાં પણ મેહુબેન મતદાન કરવાનું ચૂક્યા ન હતાં. જ્યારે 80 વર્ષીય નટવરલાલ ભોજાણી તો સીધા હોસ્પિટલમાંથી મતદાન કરવા પહોંચ્યા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા ઘરે જવાને બદલે તેઓ સીધા મતદાન મથકે પહોંચ્યા હતા.