શહેરમાં હવે મહિલાઓએ છાનેખૂણે ઠેર ઠેર જુગારની ક્લબો શરૂ કરી છે. જોકે પોલીસ તંત્રથી આવી જુગાર ક્લબ અછાની રહેતી નથી અને બાતમીદારોના આધારે પોલીસ દરોડો પાડી રહી છે. ત્યારે જામનગર રોડ, નાગેશ્વરમાં આવેલા સમુન સાંનિધ્ય-2માં જયશ્રી હિંમત પાટડિયા નામની મહિલાએ તેના મકાનમાં જુગાર ક્લબ ચાલુ કરી હોવાની પોલીસને માહિતી મળી હતી.
જેના આધારે પોલીસે દરોડો પાડી જયશ્રી પાટડિયા ઉપરાંત મહેશ મયૂર કાનગડ, મીના કલ્યાણ અગ્રાવત, નિશા રામસીંગ ઠકુડી, રમાબા ચંદુભા ગોહિલ, ભાવના દિનેશ પીઠડિયા, હંસા શ્રીપ્રસાદ રાણા, કલ્પના નિર્મળ સોમૈયા, સવિતા મહેશપરી ગોસ્વામીને પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.31,300 કબજે કરી કાર્યવાહી કરી છે.
જયશ્રી પીઠડિયા નાલ ઉઘરાવી જુગાર રમાડતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. અન્ય જુગારના દરોડામાં શાસ્ત્રીમેદાન પાસેથી ગુલમહમદ સિદીક સુમરા, જીતુ ખોડા વાળા, વિજય કાંતિ કલોલા, ફારૂક આમદ પારેખને રોકડા રૂ.10,650 સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.