રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે, યુક્રેનની સેનાએ રવિવારે (9 જૂન) કહ્યું કે તેમણે રશિયન સરહદની અંદર એક સૈન્ય મથકને નષ્ટ કરી દીધું. અમેરિકન મીડિયા હાઉસ સીએનએન અનુસાર આ હુમલામાં રશિયાના નવા અને સૌથી અદ્યતન ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-57ને યુક્રેનની સેનાએ ડ્રોનની મદદથી ઉડાવી દીધી હતું.
યુક્રેનની સેનાએ આ હુમલો રશિયાના આસ્ટ્રાખાન શહેરના એરબેઝ પર કર્યો હતો, જે યુદ્ધ સ્થળથી 600 કિલોમીટર દૂર છે. Su-57 વિશ્વના સૌથી શક્તિશાળી ફાઇટર એરક્રાફ્ટમાંનું એક છે, જેની ઝડપ 2,130 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ફાઈટર જેટ કેટલું શક્તિશાળી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નાટો સુખોઈને ફેલોન એટલે કે ખૂની કહે છે.
હુમલાની સેટેલાઇટ તસવીરો પણ સામે આવી છે, જેમાં 7 જૂનના રોજ આસ્ટ્રાખાન એરબેઝ પર Su-57 જોવા મળી હતી, પરંતુ 8 જૂનના રોજ તે જ જગ્યાએ આગ અને ધુમાડો વધતો જોવા મળ્યો હતો. હુમલો એટલો ભયંકર હતો કે નજીકમાં માત્ર ખાડાઓ જ દેખાય છે.