પંજાબ પોલીસને ‘વારિસ પંજાબ દે’નો વડો અમૃતપાલ સિંહ હજુ સુધી મળ્યો નથી. તે સરહદ પાર ભાગી ગયાની આશંકા છે. આ દરમિયાન તેના વિશે અનેક ખુલાસા થયા છે. જેમ કે, દુબઈમાં ટ્રકડ્રાઈવર તરીકે કામ કરતા અમૃતપાલને વિદેશમાં બેઠેલા અનેક આતંકી સાથે સંબંધ છે. ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે, તે યુકેમાં બેઠેલા ખાલિસ્તાની આતંકી અવતારસિંહ ખાંડા સાથે ઘેરા સંબંધ ધરાવે છે. તેને ખાલિસ્તાન માટે હવા ઊભી કરવાના હેતુથી જ મોકલાયો હતો.ખાંડા આઈએસઆઈની મદદથી ખાલિસ્તાન ઓપરેશન કરે છે. તેણે જ અમૃતપાલને ‘મિશન ખાલિસ્તાન’ માટે તાલીમ આપી હતી.
લંડનમાં ભારતીય હાઈકમિશનની ઈમારત પરથી તિરંગો ઉતારવાના આરોપમાં ખાંડાની ધરપકડ કરાઈ છે. તે ઘણાં વર્ષોથી યુકેમાં છે અને ત્યાંથી જ ખાલિસ્તાનને લગતી ગતિવિધિમાં સક્રિય રહે છે. ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો આતંકી કુલવંતસિંહ ખુખરાનાનો પુત્ર ખાંડા પ્રતિબંધિત બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના નેતા પરમજીત સિંહ પમ્મા સાથે પણ સંકળાયેલો છે. તે બંને અમૃતપાલ સાથે મળીને પંજાબને ફરી એકવાર આતંકમાં ધકેલવા પ્રયત્નશીલ હતા.પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, અમૃતપાલ, ખાંડા અને પમ્મા યુવાનોનું બ્રેન વૉશિંગ કરતા હતા.ધરપકડ કરાયેલા યુવકોની મદદ માટે હેલ્પલાઈન બનાવી હતીશિરોમણી અકાલી દલે (એસએડી) પોલીસ કાર્યવાહી હેઠળ ધરપકડ થઈ હોય તેવા નિર્દોષ યુવકોને કાયદાકીય મદદની જાહેરાત કરી હતી. એસએડીના વડા સુખબીરસિંહ બાદલે કહ્યું છે કે, પોલીસ નિર્દોષ લોકોની ધરપકડ બંધ કરે.પમ્માને આતંકવાદ ભડકાવવા પંજાબ મોકલાયો હતો.