ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી છે. માન્ચેસ્ટરમાં રવિવારે રાત્રે વરસાદ ચાલુ રહ્યો હતો. આવી સ્થિતિમાં મેચનો ટોસ પણ થઈ શક્યો ન હતો અને એક પણ બોલ ફેંક્યા વિના મેચ રદ કરવામાં આવી હતી.
આ મેચ રદ થવાને કારણે 3 મેચની T-20 સિરીઝ 1-1 થી બરાબર રહી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ 28 રનથી જીતી હતી જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડ 3 વિકેટે જીત્યું હતું. હવે આ બંને ટીમો વચ્ચે 5 મેચની ODI શ્રેણી રમાશે, જેની પ્રથમ મેચ ગુરુવાર, 19 સપ્ટેમ્બરે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. ઈંગ્લેન્ડે આ શ્રેણી માટે હેરી બ્રુકને કેપ્ટન બનાવ્યો છે. કારણ કે નિયમિત સુકાની જોસ બટલર હજુ સુધી તેની પિંડલાઈટની ઈજામાંથી બહાર આવ્યો નથી.