Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હાલમાં જ એક નવા સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30 માર્ચ સુધી હિમાલય સુધી પહોંચી જશે. તેના કારણે ગાજવીજ સાથે ફરી એકવાર વરસાદ શરૂ થવાની શક્યતા છે. તેના કારણે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશાથી થઈને પશ્ચિમ બંગાળ સુધીના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. આગામી 24 જ કલાકમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ તેમજ હિમવર્ષા થવાની પણ શક્યતા છે. જોકે, ઉત્તર ભારતમાં આકાશ સ્વચ્છ રહેશે.


હવામાન વિભાગ તેમજ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના મતે, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર સર્જાયું છે, જ્યારે તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને આંતરિક ઓડિશાથી પસાર થઈને ઝારખંડ સુધી એક દબાણી રેખા પણ છે. તેના કારણે હવામાનની ગતિવિધિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પછી હવામાન બદલાયું છે, જેથી માર્ચ મહિનાની ગરમીથી થોડી રાહત મળી છે. જોકે, આ પ્રકારના હવામાનથી અનેક રાજ્યોના લાખો ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.