Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હોંગકોંગ સરકારે સિગારેટની લતમાંથી મુક્તિ મેળવવા માટે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. સરકારે હોંગકોંગના લોકોને વિનંતી કરી છે કે જો કોઇ જાહેરમાં ધૂમ્રપાન કરતા જોવા મળે તો તમે તેમને તિરસ્કારભરી નજરે જુઓ. સિગારેટ પીનાર લોકો સામે વિચિત્ર નજરથી ઘૂરી ઘૂરીને જોવાથી તેમને અંદાજો થશે કે ધૂમ્રપાન કરવું બિલકુલ ખોટું છે.


હોંગકોંગના આરોગ્ય સચિવ પ્રોફેસર લોએ લેજિસ્લેટિવ કાઉન્સિલની હેલ્થ સર્વિસ પેનલની બેઠકમાં જણાવ્યું હતું કે સિગારેટ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. સિગારેટ પીનારાઓને નફરત ભરી નજરથી જોવાથી સમાજમાં ધૂમ્રપાન ન કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે. જો તમે કોઈ રેસ્ટોરન્ટમાં કોઈને સિગારેટ પીતા જુઓ તો તેની તરફ તાકીને તિરસ્કારથી જુઓ. મને નથી લાગતું કે જે લોકો સિગારેટ પીએ છે તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકે. કારણ કે તમે ફક્ત તેમને ઘૂરીને જોઇ રહ્યા છો. હોંગકોંગ વહીવટીતંત્રે ધૂમ્રપાન સામે લડવા માટે કાનૂની પગલાં મજબૂત કરવાનું વચન આપ્યું હતું. લોકોએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ હંમેશા જાહેર સ્થળોએ હાજર હોતી નથી. આ કિસ્સામાં વહીવટીતંત્ર સિગારેટ પીનારાઓને રોકવા માટે પહોંચે ત્યાં સુધીમાં તેઓ સિગારેટ પી ચૂક્યા હશે. હોંગકોંગે ધૂમ્રપાનને કાબૂમાં લેવા માટે અનેક પગલાં લીધાં છે.