Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સંબંધોની બાબતમાં અમેરિકાના યુવાનોની માનસિકતા પુરુષવાદી બની છે.તેઓ માને છે કે પુરુષો સંબંધો નિભાવવામાં સારા હોય છે. બમ્બલ સ્ટેટ ઓફ ધ નેશનના 2023ના સરવેના તારણ મુજબ જ્યારે સંબંધમાં લીડની વાત આવે તો 40% અમેરિકનો મુજબ પુરુષો વધુ સારા હોય છે. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે લગભગ અડધા એટલે 47% જનરેશન ઝેડનું પણ આ જ માનવું છે. માત્ર 11% લોકો જ માને છે કે સ્ત્રીઓએ સંબંધોમાં પ્રથમ પગલું લેવું જોઈએ. ડેનવરમાં ગ્રોઇંગ સેલ્ફ કાઉન્સેલિંગ એન્ડ કોચિંગના મેરેજ કાઉન્સેલર જેસિકા સ્મોલ કહે છે કે સરવેનાં પરિણામો ચોંકાવનારાં છે પણ અનુમાનિત હતાં. સરવેમાં બહાર આવ્યું છે કે મહિલાઓ શરૂઆતમાં પગલું લેતાં અચકાય છે. પુરુષો પણ ઇચ્છે છે કે કોઈ પણ સંબંધમાં સ્ત્રીઓ સંબંધની શરૂઆત કરે.


ગંભીર થતાં પહેલાં યુવાનો એક્સપ્લોર કરવા માંગે છે
અન્ય એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જનરેશન ઝેડ કોઈ પણ સંબંધમાં ગંભીરતા લેતા પહેલાં એક્સપ્લોર કરવાનું પસંદ કરે છે. જેથી તે સાથીદારની મોટા ભાગની માહિતી મેળવી શકે. આ સાથે તેઓ નાની નાની બાબતો પર ધ્યાન આપવાનું પણ પસંદ કરે છે.