ભારતે 1983નો વર્લ્ડ કપ જીત્યો, ત્યારે 10 વર્ષના આ બાળકે સપનું જોયું કે તે પણ એક દિવસ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવશે. બસ, આ પછી તો ઈતિહાસ બની ગયો અને આજે તે બાળક 'ગૉડ ઑફ ક્રિકેટ'ના નામથી ઓળખાય છે.
24 એપ્રિલ, 1973ના રોજ મુંબઈના મહારાષ્ટ્રિયન પરિવારમાં જન્મેલા સચિન રમેશ તેંડુલકર તેના અદ્ભુત સ્ટ્રોક પ્લે અને ગેમમાં રિવોલ્યુશન માટે જાણીતા છે. 15 નવેમ્બર, 1989ના રોજ 16 વર્ષના સચિને પાકિસ્તાન સામે ડેબ્યુ કર્યું હતું અને 16 નવેમ્બર, 2013ના રોજ વેસ્ટઈન્ડીઝ સામે 74 રનની ઇનિંગ રમીને આઉટ થનાર આ મહાન બેટરે પોતાની 24 વર્ષની લાંબી કારર્કિદીમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાં 34,357 રન ફટકારી લીધા હતા.