Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મધ્યમ અને અન્ય નાના શહેરોનો હિસ્સો ઝડપી વધી રહ્યો છે. આ વિસ્તારોના કુલ ટ્રાન્ઝેક્શનમાં 65% જેટલી હિસ્સેદારી છે, જેની તુલનાએ મોટા શહેરોમાં આ દર 75% હોવાનું કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે ઈન્ડિયાના હાઉ અર્બન ઈન્ડિયા પેઝ સરવેમાં દર્શાવાયું છે.


UPI એ શહેરોમાં સૌથી લોકપ્રિય માધ્યમ છે, જે રાષ્ટ્રીય ટ્રેન્ડ દર્શાવે છે. ગુજરાતમાં અમદાવાદ જેવા મોટા અને મધ્યમ-કદના શહેરોમાં 37%થી વધુ ટ્રાન્ઝેક્શન UPI વડે થઇ રહ્યાં છે જે રોજિંદી ખરીદીમાં તેનો પ્રભાવ દર્શાવે છે તેવું એમેઝોન પે ઈન્ડિયાના CEO વિકાસ બંસલે જણાવ્યું હતું. વધુમાં નિર્દેશ કર્યો કે આગામી સમયમાં ઓફલાઇન ટ્રાન્ઝેક્શનની તુલનાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ઝડપી વધારો જોવાશે. ડિજિટલ વોલેટ એ અમદાવાદમાં પ્રભાવી બની રહેલી ડિજિટલ પેમેન્ટની ત્રીજી પદ્ધતિ છે. મોટા અને મધ્યમ-કદના શહેરોમાં આશરે 13% જેટલા ટ્રાન્ઝેક્શનમાં સુગમતા માટે વોલેટ વપરાય છે. UPI કરતા ભલે પાછળ હોય, પરંતુ ક્રેડિટ કાર્ડનો શહેરોમાં ઉપયોગ નોંધપાત્ર છે. વિશાળ અને મધ્યમ કદના 7% સુધીના ટ્રાન્ઝેક્શન ક્રેડિટ કાર્ડ દ્વારા થાય છે, જે ક્રેડિટ-આધારિત પેમેન્ટની સાથે કમ્ફર્ટનું વધતું સ્તર દર્શાવે છે.