દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન $32 અબજનું ઇક્વિટી રોકાણ જોવા મળ્યું છે અને વર્ષ 2023-24 દરમિયાન આ ક્ષેત્રમાં વધુ $12-13 અબજનું રોકાણ જોવા મળે તેવી શક્યતા છે. રિયલ એસ્ટેટ કન્સલટન્ટ CBRE અનુસાર આગામી બે વર્ષ દરમિયાન વાર્ષિક $6-7 અબજના રોકાણ સાથે કુલ $12-13 અબજનું રોકાણ જોવા મળે તેવો અંદાજ છે. ઇક્વિટી રોકાણમાં પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ, પેન્શન ફંડ્સ, સોવરિન વેલ્થ ફંડ્સ, ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્ક, કોર્પોરેટ ગ્રૂપ અને REITsનો સમાવેશ થાય છે.
CBRE અનુસાર કુલ સંસ્થાકીય રોકાણમાં ઓફિસ એસેટ્સનો સૌથી વધુ હિસ્સો છે. ત્યારબાદ આ યાદીમાં ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક્સ (I&L) સાઇટ્સ/લેન્ડ પાર્સલ્સ સામેલ છે. ડેટા સેન્ટર્સમાં વૈકલ્પિક રોકાણ જોવા મળી શકે છે. CBREના સીઇઓ અંશુમન મેગઝીન અનુસાર દેશના મજબૂત આર્થિક અને ભૌગોલિક ફંડામેન્ટલ્સ અને દરેક સેક્ટર્સમા સતત વિકસતું વૈશ્વિક વેપાર ચિત્ર એ દેશના રિયલ એસ્ટેટમાં રોકાણ માટેનું કારણ છે.