ટીમ ઈન્ડિયા એશિયા કપના ફાઇનલમાં પહોંચી ગઈ છે. બુધવારે સુપર 4 મેચમાં ભારતે બાંગ્લાદેશને 41 રનથી હરાવ્યું. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 169 રનના ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશ 19.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું. ઓપનર સૈફ હસને 69 રન બનાવ્યા. નવ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી. અક્ષર પટેલ અને તિલક વર્માએ એક-એક વિકેટ ઝડપી.
આ પહેલા, ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતે 20 ઓવરમાં છ વિકેટે 168 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 37 બોલમાં 75 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા. હાર્દિક પંડ્યાએ 38 અને શુભમન ગિલે 29 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને બે વિકેટ લીધી. મુસ્તફિઝુર રહેમાને એક વિકેટ લીધી હતી.