ભારતીય શેરબજારમાં આવતા સપ્તાહે ઘટાડો જોવા મળી શકે છે. વિશ્લેષકોના મતે, આ સપ્તાહે યુએસ Q1CY23 જીડીપી વૃદ્ધિ, ચોમાસુ, FII ઇનફ્લો અને ગ્લોબલ ટ્રેન્ડ પર બજારની નજીકથી નજર રહેશે.
US Q1CY23 GDP વૃદ્ધિ
વૈશ્વિક સ્તરે, રોકાણકારો વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1CY23)માં યુએસ જીડીપી વૃદ્ધિના ડેટા પર નજર રાખશે. અન્ય અંદાજોએ પહેલાથી જ યુએસ જીડીપી વૃદ્ધિ ઘટીને 1.3% થવાની ધારણા કરી છે.
કેલેન્ડર વર્ષ 2022ના ચોથા અને ત્રીજા ક્વાર્ટરમાં યુએસ જીડીપી વૃદ્ધિ 2.6% અને 3.2% હતી. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ 28-29 જૂનના રોજ નિવેદન આપશે અને રોકાણકારો તેના પર નજર રાખશે. તેમણે પહેલેથી જ વ્યાજદરમાં વધુ વધારાનો સંકેત આપ્યો છે.
ચોમાસાની અસર
શેરબજાર પણ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની અસર પર નજર રાખશે. આ રિઝર્વ બેંકના ફુગાવાના અંદાજ અને દેશની અર્થવ્યવસ્થા બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. બિપરજોય ચક્રવાતને કારણે ચોમાસું 1 જૂનની નિર્ધારિત તારીખને બદલે 8 જૂને કેરળના દરિયાકાંઠે પહોંચ્યું હતું. જો કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે હવે સ્થિતિ અનુકૂળ છે અને તે ઘણા રાજ્યોમાં પહોંચી ગયું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ચોમાસામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ચોખા, ખાંડ જેવી ખાદ્ય ચીજોના આંતરરાષ્ટ્રીય ભાવ પહેલાથી જ આસમાને છે અને પ્રતિકૂળ હવામાનને કારણે ફુગાવો વધુ વધી શકે છે.