Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મૂળ મધ્યપ્રદેશના અને હાલ જસદણના વાજસુરપરા વિસ્તારમાં રહી મજૂરીકામ કરતા પરીવારની 13 વર્ષીય બાળાને આટકોટના બે નરાધમએ બાઈકમાં બેસાડી એક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતાં બન્ને પર ફીટકાર વરસ્યો છે. આ બન્ને શખ્સએ 15 દિવસ અગાઉ પણ આ જ રીતે તેને ઉઠાવી જઇ બળજબરી કરી હોવાની કેફિયત પીડિતાએ આપી હતી.


13 વર્ષીય બાળકી પર નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના
બાળા તેના માતા-પિતા સાથે આટકોટમાં મકાનના બાંધકામ માટે મજૂરીકામે ગયા હતા. ત્યારે ગત શનિવારે સાંજના 4 વાગ્યા આસપાસ બાળા જાજરૂ માટે ગઇ ત્યારે તેને બે અજાણ્યા શખ્સોએ બળજબરી કરી બાળાનું બાવડું પકડી બાઈકમાં બેસાડી એક મકાનમાં લઈ ગયા હતા અને બળજબરી કરી હતી.

માતા-પિતા સહિત બધાને મારી નાખવાની ધમકી આપીને બન્ને નાસી ગયા
જો કે બાદમાં બન્ને હવસખોરએ બાળાને આટકોટની બાયપાસ ચોકડી પાસે ઉતારી દઈ તેને અને તેના માતા-પિતા સહિત બધાને મારી નાખવાની ધમકી આપીને બન્ને નાસી ગયા હતા. આથી બાળાએ ડરના માર્યા કોઇને જાણ કરી ન હતી એવામાં ગત શનિવારે બીજી વખત તે બન્ને શખ્સએ તેની સાથે દુષ્કર્મ કરતાં તેને પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને સઘળી બીનાથી માતા પિતાને વાકેફ કર્યા હતા. બાળાને સારવાર માટે જસદણ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી અને ફરજ પરના તબીબોએ પોલીસને જાણ કરતા સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે કાર્યવાહી આરંભી હતી.