Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ એમ મુખ્ય 2 પક્ષ સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે. પ્રતિ ઉમેદવાર વધુમાં વધુ 95 લાખ ખર્ચી શકે તેવી મર્યાદા નક્કી કરવામાં આવી છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂસોત્તમ રૂપાલાના પ્રતિનિધિ દ્વારા રૂપાલાએ છેલ્લા એક માસમાં કરેલા ચૂંટણી ખર્ચનો હિસાબ આપ્યો છે. જેમાં તેમના દ્વારા સભા, પ્રચાર અને ભોજન સહિતનો 5.41 લાખનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ થવાનું બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ કલેકટર કચેરીના ત્રીજા માળે ખર્ચના નોડલ ઓફીસર અને DDO નવનાથ ગ્‍વહાણે અને તેમની ટીમ દ્વારા ખર્ચના ઓબઝર્વર અને દરેક વિધાનસભા બેઠકના આસિસ્‍ટન્‍ટ ઓબઝર્વરની ઉપસ્‍થિતિમાં ઉમેદવારો પાસેથી કરાયેલા ખર્ચના હિસાબો-પૂરાવા સહિત મેળવવામાં આવ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાના પ્રતિનિધિ ભરત સોલંકીએ મિટીંગ, સભા,પ્રચાર-પ્રસાર, બેનર્સ, ચા-પાણી-નાસ્‍તા, ભોજન, મંડપ, ખુરશી વગેરે મળી પ્રથમ ખર્ચ એટ્લે કે તા. 23 એપ્રિલ સુધીનો 5 લાખ 41 હજારનો ખર્ચ બતાવ્યો છે. જેમાં કાર સહિતના ભાડે વાહનોનો ખર્ચ પણ આવરી લેવામાં આવ્યો છે.