Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બે દાયકા પહેલા ફેસબૂક વિદ્યાર્થીઓ અને યુવાવર્ગને પરસ્પર જોડવા માટેના માધ્યમ તરીકે લોકપ્રિય પ્લેટફોર્મ તરીકે ઉભર્યું હતું. ત્યારબાદ ટ્વિટરના આગમન સાથે જ લોકો પોતાની સવારથી રાત સુધીની દિનચર્યા, પસંદ-નાપસંદ, રાજકીય વિચારો અને આસપાસની ઘટનાઓ વિશે પોસ્ટ કરતા હતા. ત્યારબાદ લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સથી લઇને પોતાના ફોટોને મિત્રો સાથે શેર કરીને જોડાયેલા રહેતા હતા. પરંતુ, હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જાહેરાતો અને સ્પોન્સર્ડ પોસ્ટની એટલી ભરમાર હોય છે કે તેમાં વ્યક્તિગત બાબતોનું મહત્વ ઘટ્યું છે. ટિક ટૉક અને સ્નેપ ચેટ ડિશ સોપથી લઇને મેકઅપ કિટ અને ડેટિંગ એપનું પ્રમોશન કરતા ઇન્ફ્લુઅંસર્સથી ભરેલી છે. ટૂંક સમયમાં સૌથી વધુ વંચાતી ટ્વિટર પોસ્ટ પણ મોટા ભાગે એ જ સબ્સ્ક્રાઇબર્સ પાસેથી આવશે જે એક્સપોઝર માટે ચૂકવણી કરતા હોય છે.


સોશિયલ મીડિયાને જે અર્થમાં આ નામ આપવામાં આવ્યા હતા તે રીતે તેઓ પોતાની સાર્થકતા ગુમાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા હવે પહેલા કરતાં ઓછુ સોશિયલ થઇ ગયું છે. એ પોસ્ટ જેમાં લોકો પોતાના અને પરિવારજનો વિશે, પોતાના જીવન વિશે અપડેટ કરતા હતા, તે ગાયબ થઇ ચૂકી છે. સોશિયલ મીડિયા સાઇટ હવે સતત કોર્પોરેટ પ્લેટફોર્મ બની રહી છે. ફેસબુક, ટિકટોક, ટ્વિટર અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ્સ પર મિત્રો અને સંબંધીઓની રજાઓ અને પારિવારિક સમારોહની તસવીર અને પોસ્ટને બદલે હવે પર્સનલાઇઝ્ડ મેસેજ અને ફોટોએ લીધી છે જેમાં બ્રાન્ડ પ્રમોશન અને પેડ કન્ટેન્ટની ભરમાર હોય છે.