મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની શુક્રવારે મળેલી વાર્ષિક સેનેટની બેઠકમાં ઐતિહાસિક ઘટના બની હતી. યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં મહારાજા સમરજિતસિંહ ગાયકવાડને ત્રીજી હરોળમાં જગ્યા આપવા તથા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન નહિ જાળવવાના મુદ્દે સમગ્ર સેનેટે માફી માગી હતી અને રજિસ્ટ્રાર દ્વારા તેનું સેનેટના રેકોર્ડમાં નોટિંગ પણ કર્યું હતું.
સેનેટની બેઠકમાં સભ્ય મંયક પટેલ દ્વારા ફ્લોર પર જણાવાયું હતું કે, આ યુનિવર્સિટી રાજવી પરિવારની દેન છે. વિદ્યાર્થીઓ આપણી શાન છે. આ વિદ્યાર્થીઓ તો યુનિવર્સિટીનું ગૌરવ અને આત્મા છે. ઢંગધડા વગરનો વી આર પ્રાઉડ ઓફ યુ કાર્યક્રમ યોજીને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન નહીં બલકે તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. એ પછી પદવીદાન સમારોહમાં પણ તેમનું સન્માન આપણે જાળવી શક્યા નહોતા. મહારાજા સાથે અન્યાય કર્યો છે.