Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં સાઉથ આફ્રિકાએ 11 રનની લીડ મેળવી લીધી હતી. ટીમે 5 વિકેટે 256 રન બનાવ્યા છે.


સાઉથ આફ્રિકા તરફથી ડીન એલ્ગરે સદી ફટકારી હતી. તે 140 રન બનાવ્યા બાદ માર્કો યાન્સેન (3 રન) સાથે અણનમ પરત ફર્યો છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી છે.

ભારતે પહેલી ઇનિંગમાં 245 રન બનાવ્યા હતા. ટીમ માટે કેએલ રાહુલે સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા તરફથી કાગિસો રબાડાએ 5 વિકેટ લીધી હતી.

ડેબ્યૂટન્ટ બેડિંગહામની ફિફ્ટી, એલ્ગર સાથે સદીની ભાગીદારી
સાઉથ આફ્રિકા તરફથી ડેબ્યૂ કરનાર ડેવિડ બેડિંગહામે ફિફ્ટી ફટકારી હતી. 113ના સ્કોર પર 3 વિકેટ પડતાં બેડિંગહામ ડીન એલ્ગર સાથે જોડાયો. તેની સાથે એલ્ગરે સદી ફટકારી હતી અને બંનેએ એકબીજા સાથે સદીની ભાગીદારી પણ કરી હતી. બેડિંગહામે તેની પ્રથમ ફિફ્ટી 80 બોલમાં પૂરી કરી હતી.

બેડિંગહામ 56 રન બનાવીને આઉટ થયો હતો, તેને મોહમ્મદ સિરાજે બોલ્ડ કર્યો હતો. આ વિકેટ સાથે તેની અને એલ્ગર વચ્ચે 131 રનની ભાગીદારી તૂટી ગઈ હતી.