Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

8 સપ્ટેમ્બર, ગુરુવારે પ્રદોષ વ્રત છે. શિવ અને સ્કંદ પુરાણ પ્રમાણે તેરસ તિથિએ ભગવાન શિવની ખાસ પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ પૂજા પ્રદોષ કાળ એટલે સૂર્યાસ્તથી લગભગ 90 મિનિટના સમયગાળાની અંદર કરવામાં આવે છે. ગુરુવારના દિવસે તેરસ તિથિ હોવાથી આ દિવસે ગુરુ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. આ સંયોગમાં શિવ પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને પિતૃઓને તૃપ્તિ મળે છે.


શિવજી પ્રદોષ કાળમાં કૈલાશ ઉપર નૃત્ય કરે છે
સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તેરસ તિથિમાં સાંજના સમયને પ્રદોષ કહેવામાં આવે છે. આ સમયે ભગવાન શિવ કૈલાશ પર્વતના રજત ભવનમાં નૃત્ય કરે છે અને દેવતા તેમના ગુણોનું સ્તવન કરે છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઇચ્છાથી આ શુભ કામમાં ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે ભગવાન શિવ સાથે દેવી પાર્વતીની પણ પૂજા થાય છે. જેથી દરેક પ્રકારની પરેશાનીઓ અને દુઃખ દૂર થાય છે.

સૂર્યાસ્ત પછી પ્રદોષ કાળમાં પૂજા
પુરાણો અને જ્યોતિષ ગ્રંથ પ્રમાણે પ્રદોષ વ્રતમાં સૂર્યાસ્ત પછી લગભગ 90 મિનિટના સમયને પ્રદોષ કાળ કહેવામાં આવે છે. આ દરમિયાન ભગવાન શિવ-પાર્વતીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. પ્રદોષ કાળમાં કરવામાં આવતી પૂજાથી શારીરિક, માનસિક અને આર્થિક પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. આ વખતે ગુરુવારનો શુભ સંયોગ બનવાથી શિવપૂજાનું અનેકગણું ફળ મળશે.

પૂજા વિધિઃ પંચામૃતથી રૂદ્રાભિષેક
સૂર્યાસ્ત થતાં પહેલાં સ્નાન કરી લેવું. તે પછી પૂજાની તૈયારી કરો. પ્રદોષ કાળ શરૂ થાય ત્યારે ભગવાન શિવનો અભિષેક કરો. તેના માટે પંચામૃતનો ઉપયોગ પણ કરવો જોઈએ. પછી ચંદન, ચોખા, અબીર-ગુલાલ, બીલીપાન, ધતૂરો, મદારના ફૂલ અને અન્ય પૂજા સામગ્રી ચઢાવો. તે પછી ભગવાન શિવની ધૂપ અને દીવાથી આરતી કરો. મહાદેવને ભોગ ધરાવવો.