દેશના રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. આઠ મોટા શહેરોમાં જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6% ટકાનો વધારો થયો છે. દિલ્હી-NCR, મુંબઇ-MMR, કોલકાતા, પુણે, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગ્લુરુ અને અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. સૌથી વધુ દિલ્હી-એનસીઆરમાં મિલકતોની કિંમતમાં 14 ટકા તેજી છે.
ક્રેડાઇ-કોલિયર્સ-લિયાસેસ ફોરાસના હાઉસિંગ પ્રાઇઝ ટ્રેકર રિપોર્ટ-2022 અનુસાર વ્યાજદરોમાં વૃદ્વિ તેમજ ઇનપુટ ખર્ચમાં વધારા છતાં આ વર્ષના પ્રારંભથી જ ડેવલપર્સે હાઉસિંગ પ્રોજેક્ટના લોન્ચિંગમાં વધારો કર્યો છે. આ વચ્ચે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ન વેચાયેલા મકાનોની સંખ્યા વાર્ષિક સ્તરે 3 ટકા વધી હતી.
છેલ્લા કેટલાક મહિનામાં લોન્ચિંગમાં તેજીને કારણે દેશભરમાં લગભગ 94% મકાન અંડર કંસ્ટ્રક્શન હતા. મોટા ભાગના શહેરોમાં વેચાયેલા વગરના મકાનોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બેંગ્લુરુમાં સૌથી વધુ 14% મિલકતો વેચાયા વગરની હતી. માત્ર હૈદરાબાદ, એમએમઆર તેમજ અમદાવાદમાં વેચાયેલા વગરના મકાનોની સંખ્યા વધી છે. MMR વેચાયેલા વગરના મકાનોની સંખ્યા મામલે 37 ટકા સાથે ટોચ પર રહ્યું હતું. ત્યારબાદ 13-13 ટકાના માર્કેટ શેર સાથે NCR અને પુણે બીજા સ્થાન પર છે.