પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે 25મો મેડલ જીત્યો છે. કપિલ પરમારે મેન્સ J1 કેટેગરીમાં જુડોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રાઝિલના એલિટોન ડી ઓલિવેરાને માત્ર 33 સેકન્ડમાં 10-0થી હરાવ્યો, કપિલ પહેલાં હરવિંદર સિંહ અને પૂજાની મિક્સ્ડ ટીમ તીરંદાજીમાં સેમિફાઈનલમાં હારી ગઈ. બંનેને વિશ્વની નંબર-1 ઈટાલીની જોડીએ 6-2થી હાર આપી હતી.
ભારત આજે એથ્લેટિક્સમાં પણ મેડલ જીતી શકે છે. પેરિસમાં ભારતે 5 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા, આ પેરાલિમ્પિક્સમાં દેશનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. મેડલ ટેલીમાં ભારત અત્યારે 13મા નંબર પર છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યા હતા.
ભારતીય જુડોકા કપિલ પરમાર પુરુષોની 60 કિગ્રા જે1 કેટેગરીની સેમિફાઈનલમાં હારી ગયો હતો. તેને ઈરાનના ખોરામ બનિતાબાએ 10-0થી હરાવ્યો હતો. જોકે, બ્રોન્ઝ મેડલ મેચમાં તેણે કમબેક કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે J1 કેટેગરીમાં બ્રાઝિલના એલિટોન ડી ઓલિવિરાને માત્ર 33 સેકન્ડમાં 10-0થી હરાવ્યો હતો.