Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્નના મોતનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વોર્નના મૃત્યુ સાથે જોડાયેલો એક ખૂબ જ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ડોક્ટરોએ દાવો કર્યો છે કે શેન વોર્નના મૃત્યુનું કારણ કોરોનાની રસી હોઈ શકે છે. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્નને આપવામાં આવેલી કોવિડની રસીથી હૃદય સંબંધિત બીમારીઓ વધી હતી. જણાવી દઈએ કે વોર્નનું મૃત્યુ હાર્ટ-એટેકથી થયું હતું.

ઉલ્લેખનીય છે કે શેન વોર્નને થાઈલેન્ડમાં હાર્ટ-એટેક આવ્યો હતો. તેમના મૃત્યુના લગભગ 9 મહિના પહેલાં તેમણે કોરોનાની રસી લીધી હતી. રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે વોર્નને જે કોરોનાની રસી આપવામાં આવી હતી એનાથી હૃદય સંબંધિત બીમારીઓમાં વધારો થયો છે. એક ઓસ્ટ્રેલિયન ડોક્ટર અને ભારતીય મૂળના બ્રિટિશ કાર્ડિયોલોજિસ્ટે કહ્યું હતું કે શેન વોર્નના મૃત્યુનું કારણ કોરોનાની રસી હોઈ શકે છે.

કોરોના વેક્સિનના લીધે જ ક્રિકેટરનું થયું મોત!
વોર્નને COVID mRNA રસી આપવામાં આવી હતી, જેના કારણે તેને હાર્ટ-એટેક આવ્યો હોવાની શક્યતા છે. વોર્ને આ રસી તેના મૃત્યુના લગભગ 9 મહિના પહેલાં લીધી હતી. કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અસીમ મલ્હોત્રા અને ડૉ. ક્રિસ નીલે જણાવ્યું હતું કે COVID mRNA રસી કોરોના રોગને ઝડપથી ફેલાવવાનું કારણ બની શકે છે. ખાસ કરીને એવા લોકોમાં, જેમને પહેલાંથી જ કોઈ હૃદયરોગ છે.

ડોક્ટરે આ મામલે કર્યો દાવો
ડોક્ટર મલ્હોત્રાએ કહ્યું, "પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોર્નને 52 વર્ષની ઉંમરે અચાનક હાર્ટ-એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. જોકે બધા જાણે છે કે વોર્નની જીવનશૈલી સ્વસ્થ ન હતી. તે ધૂમ્રપાન કરતો હતો. અને તેનું વજન પણ વધારે હતું."