Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, સોમવાર, 11 ઓગસ્ટે, સેન્સેક્સ 746 પોઈન્ટ વધીને 80,604ની સપાટીએ બંધ થયો. નિફ્ટી પણ 222 પોઈન્ટ વધીને 24,585 પર બંધ થયો.


સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરમાં તેજી અને 4 શેરમાં ઘટાડો રહ્યો. ટાટા મોટર્સ, ટ્રેન્ટ, ઝોમેટો અને SBIના શેર 3.2% સુધી વધ્યા. ICICI બેંક, એરટેલ અને BELના શેરમાં નજીવો ઘટાડો થયો.

નિફ્ટીના 50 શેરોમાંથી 44 શેરમાં તેજી અને 6 શેરમાં ઘટાડો રહ્યો NSEના PSU બેન્કિંગ ઇન્ડેક્સમાં સૌથી વધુ 2.2%નો વધારો થયો. આ ઉપરાંત, રિયલ્ટી1.86%, હેલ્થકેર 1.17%, ઓટો 1.06%, ફાર્મા 0.95% અને પ્રાઈવેટ બેંકમાં 0.81% ઘટાડો રહ્યો હતો.