Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ બાદ તંગદિલી જોવા મળી હતી અને શનિવારે રાત્રે કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારો થતા 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવની ગંભીરતાને લઈ ગીર-સોમનાથ એસપી શ્રીપાલ શેષ્મા, જૂનાગઢ એસપી રવિ તેજા, જિલ્લા, તાલુકાની પોલીસ પહોંચી ગઈ હતી અને બંદોબસ્ત ગોઠવ્યો હતો.


ભડકાઉ ભાષણ બાદ તંગદિલી જોવા મળી
તેમજ આખી રાત કોમ્બિંગ કરી 76 શખ્સની અટક કરાઈ હતી અને વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ દરમિયાન 100થી વધુ ઘાતક હથિયારો, 100 સોડાબોટલ મળી હતી, અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ ભડકાઉ ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆરઆઈ નોંધાઈ હતી અને બીજીતરફ 76થી વધુ શખ્સ સામે રાયોટિંગ હેઠળ ગુનો નોંધાયો હતો.

ઉનામાં બે દિવસથી વાતાવરણ તંગ જોવા મળી રહ્યું છે અને પોલીસ સબસલામતના દાવા કરી રહી છે. શહેરીજનોમાં પણ ડરનો માહોલ છે ત્યારે શાંતિ ક્યારે સ્થપાશે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ ઉપરાંત દુકાનો પણ વેપારીઓએ ખોલી ન હતી. બપોરે વેરાવળ મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ મથકે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા.