Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેનેડાથી બોટમાં અમેરિકા જઈ રહેલા મહેસાણાના માણેકપુરા ગામના ચૌધરી પરિવારના 4 સભ્યોના સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી મોત નીપજયાં હોવાની ઘટનામાં સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે. સીઆઈડી ક્રાઈમની ટીમ માણેકપુરા ગઈ હતી અને આ પરિવારના સગાં - સંબંધી તેમજ મિત્ર વર્તુળની પૂછપરછ કરી હતી.


ટૂરિસ્ટ વિઝાની ફાઇલ કયા એજન્ટે મૂકી હતી તેની પણ તપાસ

જો કે પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતુ કે આ પરિવારના ચારેય સભ્યો કેનેડાના ટુરિસ્ટ વિઝાના આધારે 2 મહિના માટે ફરવા ગયા હતા. જેથી તેમણે વિઝા કયા એજન્ટ મારફતે કરાવ્યા હતા અને કેટલા પૈસા ચૂકવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામના પ્રવીણ ચૌધરી, પત્ની દક્ષાબહેન દીકરી વિધી અને દીકરા મિત સાથે કેનેડા ફરવા ગયા હતા. અમેરિકા અને કેનેડાની વચ્ચે આવેલી સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલ્ટી જતાં ચારેયના મોત નીપજયા હતા. આ સમાચાર કુટુંબના સભ્યોને સોશિયલ મીડિયાથી મળ્યા હતા. આ ઘટનામાં કેેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં આવી રહી હોવાની શંકાના આધારે સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે. સીઆઈડી ક્રાઈમના વડા આર.બી.બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે, ડીવાયએસપી આર.પી.ધરસંડિયાને આ કેસની તપાસ સોંપવામાં આવી છે.