દિવાળીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આથી લોકો અત્યારથી જ દિવાળીના વેકેશનમાં બહારગામ જવાની તૈયારીમાં લાગી ગયા છે. જન્માષ્ટમી બાદ દિવાળીના તહેવારમાં લાંબી રજા મળતી હોય છે. આથી વેકેશનનો લાભ લઈને ફરવા જતા લોકોમાં ચાલુ વર્ષે હાલારમાં કેમ્પ અને બીચ સાઈટનો ક્રેઝ વધ્યો છે.
દ્રારકા નજીક શિવરાજપુર બીચ આવેલો છે. જયાં વૉટર રાઈડ અને સ્કુબા ડાઇવિગ હોવાથી લોકોમાં તેનું એક અલગ જ આકર્ષણ છે. આથી દ્વારકા જિલ્લામાં આવેલા મોટા ભાગની કેમ્પ સાઈટ અત્યારથી જ ફૂલ થઈ ગઇ છે.
આટલું જ નહીં શિવરાજપુરના બીચમાં સ્કુબા ડાઇવિંગ માટે તા. 20 થી 30 ઓક્ટોબર સુધીનું બુકિંગ ફુલ થઈ ગયું છે. બીજી બાજુ જામનગર જિલ્લામાં નરારા ટાપુ અને ખીજડીયાપક્ષી અભ્યારણ્ય પણ આકર્ષણનું કેન્દ્ર છે. દિવાળી વેકશનમાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેશે.