હવે સુરતમાં કામ કરતા અને અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર મેળવનારા લોકોમાં તેમના નવા વાહનોની ખરીદી પર ટેક્સ રિફંડ અને અન્ય મુશ્કેલીઓમાંથી રાહત મેળવવા માટે ભારત સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા જાહેર કરવામાં આવેલી ભારત સિરિઝ લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાનગી અને સરકારી કર્મચારીઓ પોતાના વાહનોમાં હવે BH (ભારત સિરિઝ) નોંધાવી રહ્યા છે. ભારત શ્રેણી હેઠળ આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં શહેરમાં કુલ 85 નવા ફોર વ્હીલર નોંધાયા છે, જ્યારે છેલ્લા 3 વર્ષમાં સુરત આરટીઓ માંથી કુલ 289 લોકોને આ ભારત સિરિઝ ફાળવાઈ છે.
નવા વાહનોમાં ભારત સિરિઝ લેવાનો ક્રેઝ વધી રહ્યો
નોંધનીય છે કે, ભારત શ્રેણી નંબર ખાનગી અથવા સરકારી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના ખાનગી વાહનો માટે જ BSમાં નોંધાયેલા છે. અલગ અલગ રાજ્યોમાં ઓફિસ ધરાવતા અને ટ્રાન્સફર મેળવનારા લોકો માટે ભારત સિરિઝ સૌથી વધી પ્રિય બની છે. આ સિરિઝમાં અન્ય રાજ્યમાં પોલીસની હેરાનગતિ અથવા તો આરટીઓના નીતિ નિયમોથી અનેક પ્રકારની રાહત મળે છે.