પેટીએમને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી કારણજણાઓ નોટિસ મળી છે. આ કેસ 2015 થી 2019 વચ્ચે 611 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન સાથે સંબંધિત છે.
611 કરોડ રૂપિયામાંથી, 345 કરોડ રૂપિયા પેટાકંપની લિટલ ઇન્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા રોકાણ વ્યવહારો સાથે સંબંધિત છે, જ્યારે 21 કરોડ રૂપિયા નીયરબાય ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે. બાકીની રકમ પેટીએમની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ સાથે સંબંધિત છે.
પેટીએમએ કહ્યું છે કે આ નોટિસ 28 ફેબ્રુઆરી 2025ના રોજ મળી હતી. આ ઉલ્લંઘનો ત્યારે થયા જ્યારે આ કંપનીઓ One97 કોમ્યુનિકેશન્સની પેટાકંપનીઓ ન હતી. પેટીએમએ કહ્યું કે આ મામલો ઉકેલાઈ રહ્યો છે. પેટીએમની સર્વિસ પર કોઈ અસર પડી નથી.