માર્ચમાં રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત વધીને 1.64 મિલિયન બેરલ પ્રતિ દિવસ (BPD)ની નવી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આ રીતે ઈરાકની સરખામણીમાં ભારતની રશિયામાંથી તેલની આયાત બમણી થઈ ગઈ છે. એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સા અનુસાર, રશિયા સતત છઠ્ઠા મહિને ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર રહ્યું છે.
ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયાનો હિસ્સો 34%
ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયાનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ છે. ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ તે પહેલાં, ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયાનો બજારહિસ્સો 1% કરતા ઓછો હતો. માર્ચમાં રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત વધીને 1.64 મિલિયન બેરલ પ્રતિદિન થઈ ગઈ છે. ભારતની આયાતમાં રશિયાનો હિસ્સો વધીને 34% થઈ ગયો છે.
ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી માર્ચમાં ઈરાક કરતા બમણી હતી
માર્ચમાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ઈરાકથી બમણી કરી છે. આ સમયગાળા દરમિયાન ઈરાકથી ક્રૂડ ઓઈલની આયાત પ્રતિદિન 8.1 લાખ બેરલથી વધુ થઈ છે. ઈરાક 2017-18થી ભારતનું સૌથી વધુ ક્રૂડ ઓઈલ સપ્લાયર હતું.