જમ્મુના આશરે બે લાખ ઘરો બાદ કાશ્મીરના 2.5 લાખ ઘર અને દુકાનો પર લગાવવામાં આવનાર ડિજિટલ નંબર પ્લેટને લઇને વિરોધની શરૂઆત થઇ ચુકી છે. રાજકીય પક્ષો અને સાઇબર નિષ્ણાંતો ક્યૂઆર કોડવાળા ડિજિટલ નંબર પ્લેટને ખતરનાક અને પ્રાઇવેસી પર હુમલા તરીકે ગણાવી રહ્યા છે. રાજકીય પક્ષોનું કહેવું છે કે, સરકાર કાશ્મીરને એક પોલીસ રાજ્ય બનાવવા માટેના પ્રયાસ કરી રહી છે. સરકારે જીઆઇએસ મેપિંગ અને ઘર-દુકાનો તેમજ ઓફિસ પર પ્લેટને લઇને જવાબદારી બે ખાનગી કંપનીઓને સોંપી છે.
નાગરિકો પર નજર રાખવાના પ્રયાસ : સુહેલ બુખારી
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના પ્રવકતા સુહેલ બુખારીએ કહ્યું છે કે,આ પ્રકારની કવાયત ખતરનાક છે. જો ડેટા લીક થઇ જશે તો શું થશે ? વર્તમાન વહીવટીતંત્ર કાશ્મીરમાં દરેક વ્યક્તિ પર નજર રાખવાના પ્રયાસમાં છે. એનસીના પ્રવકતા ઇમરાન નબીએ કહ્યું છે કે, આ સમગ્ર કવાયત માત્ર પૈસાના બગાડ સમાન છે. જ્યારે અમારી પાસે આધાર કાર્ડ છે તો બીજી ઓળખની શું જરૂર છે.