Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જલંધરના શાહકોટ વિસ્તારમાં પોલીસને ચકમો આપીને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ સાથે ફરાર થયેલા પપલપ્રીત સિંહની પોલીસે 23 દિવસ પછી ધરપકડ કરી છે. પપલપ્રીત અમૃતસરમાં આત્મસમર્પણ કરવાની યોજના બનાવી રહ્યો હતો પરંતુ તે પહેલાં જ પોલીસે તેને દબોચી લીધો છે. પપલપ્રીત પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લગાવવામાં આવ્યો છે. તેને પણ આસામની દિબ્રૂગઢ જેલમાં મોકલવામાં આવશે. આઈજી સુખચૈન સિંહ ગિલે જણાવ્યું હતું કે પપલપ્રીત વિરુદ્ધ પહેલાંથી જ 6 કેસ નોંધાયેલા છે.


પોલીસ અને કાઉન્ટર ઈન્ટેલિજન્સે સંયુક્ત ઓપરેશનમાં તેની ધરપકડ કરી હતી. 18 માર્ચના રોજ ફરાર થયા બાદ પપલપ્રીત ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સાથે પડછાયાની જેમ ફરતો હતો. પપલપ્રીત અને અમૃતપાલના પટિયાલા, કુરુક્ષેત્ર અને દિલ્હીમાં સાથે હોવાના સીસીટીવી ફૂટેજ અને સેલ્ફી સામે આવી હતી.