માળિયા હાટીનાના ધુમલી ગામની યુવતીએ ઝેરી દવા પી લીધી હતી જેનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પીએસઆઇ બનવા માટે ત્રણ ત્રણ વખત પરીક્ષા આપી હતી, પરંતુ સફળતા નહીં મળતા હતાશામાં પગલું ભરી લીધું હતું.
ધુમલી ગામે રહેતી મંજુલા જીલાભાઇ વાળા (ઉ.વ.26)એ ત્રણ દિવસ પૂર્વે પોતાના ગામમાં વાડીએ ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને રવિવારે તેનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મંજુલા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને તેણે એમ.કોમ. સુધી અભ્યાસ કર્યો હતો, ત્રણ વખત પીએસઆઇની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં ઓછા માર્કસ આવતા પીએસઆઇ બનવાનું સ્વપ્ન સાકાર નહીં થતાં હતાશામાં અંતિમ પગલું ભરી લીધું હતું, મંજુલાનો ભાઇ પોલીસ કોન્સ્ટેબલ છે, બનાવથી વાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.