Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ ઘણા ખેલાડીઓનું નસીબ બદલી નાખ્યું છે, તેમાંથી એક ભારતીય યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલ છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં માત્ર 17 વર્ષની વયે 50 ઓવર ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલે ઘણી મહેનત બાદ મોટી સફળતા હાંસલ કરી છે. યશસ્વી જયસ્વાલ એક સમયે પેટ ભરવા માટે મુંબઈમાં પાણીપુરી વેચતો હતો. અને હવે આજે યશસ્વી જયસ્વાલ IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે. તેણે ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPLની ઐતિહાસિક 1000મી મેચમાં 62 બોલમાં 124 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તે IPLમાં ચોથો સૌથી યુવા વયે સદી ફટકારનાર પ્લેયર બની ગયો છે.

U-19 વર્લ્ડ કપ 2020 દરમિયાન યશસ્વી જયસ્વાલનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું. યશસ્વી જયસ્વાલના સંઘર્ષની સ્ટોરી બહુ ઓછા લોકો જાણે છે. માત્ર 10 વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના ભદોહીમાં રહેતા યશસ્વીએ પોતાનું ઘર છોડી દીધું અને મુંબઈ આવી ગયો હતો. કારણ કે તેનું સપનું હતું કે તે ક્રિકેટમાં આગળ વધે. યશસ્વી જયસ્વાલ મુંબઈના આઝાદ મેદાનની બહાર પાણીપુરી વેચતો હતો. યશસ્વી તેની ટ્રેનિંગ દરમિયાન ટેન્ટમાં રહીને રાત ગુજારતો હતો. પરંતુ તેના માટે આ કંઈ મોટી વાત નહોતી. કારણ કે તેણે મન બનાવી લીધું હતું કે તે ક્રિકેટમાં આગળ વધશે. આના માટે તેનામાં ખૂબ જ જુસ્સો હતો. યશસ્વી જયસ્વાલે U-19 વર્લ્ડ કપ 2020માં 400 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 4 અડધી સદી સામેલ હતી. આ માટે તેને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવોર્ડ પણ મળ્યો હતો.