Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજ્યના સૌથી મોટા કથિત બુટલેગરને દુબઈથી પરત લાવવાના પ્રયત્નોમાં રાજ્યની પોલીસને મોટો ઝટકો લાગ્યો છે.પોલીસ દ્વારા દુબઈ સરકારે માંગેલા અગત્યના પુરાવા અને જરૂરી કાગળો પૂરા નહિ પાડવામાં આવતા દુબઈ સરકારે બુટલેગર સામે જારી કરેલું ધરપકડ વોરંટ એક તરફી નિર્ણય લઈ રદ કર્યું છે દુબઈમાં હાલ જામીન ઉપર છૂટેલા વિજુ સિંધીએ અદાલતમાં આપેલા બોન્ડની રકમ અને પાસપોર્ટ પણ પરત કરવાનો આદેશ આપ્યો છે.


બુટલેગરને દુબઈથી પરત લાવવાના પ્રયત્નોમાં રાજ્યની પોલીસને મોટો ઝટકો

હાઇકોર્ટમાં વિજુ સિંધીના એડવોકેટ રાહુલ શર્માએ આ અંગે જણાવ્યું છે કે વડોદરાના વિજય ઉદવાની ઉર્ફે વિજુ સિંધી સામે પ્રોહિબિસનના 38 કેસો નોંધાયેલા હતા. વિજુ સિંધી ગતવર્ષે જુલાઈ માસમાં દુબઈ પહોચી ગયો હોવાની માહિતી બહાર આવી હતી પરિણામે રેડ કોર્નર નોટિસ માટે ગુજરાત પોલીસે માંગ કરતાએ ઇસ્યુ થઈ હતી. દુબઈ પોલીસે વિજુ સિંધીની ધરપકડ કરી હતી અને ગુજરાત પોલીસને પ્રત્યાપર્ણ માટે જરૂરી દસ્તાવેજો અને પુરાવાની માગ કરી હતી.