પેરિસથી ઘરે પરત આવેલી વિનેશ ફોગાટના સ્વાગત કાર્યક્રમ દરમિયાન રેસલર બજરંગ પુનિયા વિવાદમાં આવ્યો છે. વિનેશ ફોગાટને આવકારવા માટે લાવવામાં આવેલી જી-વેગન કારના બોનેટ પર તિરંગાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બજરંગ કારના બોનેટ પર ચઢી ગયો હતો. તિરંગાનું પોસ્ટર તેના પગ નીચે આવી ગયું હતું.
આ વીડિયો વાયરલ થતા જ બજરંગ ટ્રોલ થવા લાગ્યો હતો. યુઝર સુધીર મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું બજરંગ કેટલી જલ્દી નેતા બનવાની ઉતાવળમાં છે? આ વ્યક્તિને તિરંગો પણ દેખાતો નથી.