ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ સર્જ્યો છે. તેણે પહેલીવાર ડાયમંડ લીગમાં ગોલ્ડ જીત્યો છે. ઝ્યૂરિખમાં યોજાયેલા ડાયમંડ લીગની ફાઈનલમાં તેણે 88.44નો બેસ્ટ થ્રો કરીને પ્રથમ સ્થાને રહ્યો હતો. આ અગાઉ નીરજે વર્ષ 2017 અને 2018ના ફાઈનલમાં પણ ક્વોલિફાય કર્યુ હતું. ત્યારે તે 2017મનાં સાતમા અને 2018માં ચોથા સ્થાને રહ્યો હતો.
નીરજની શરૂઆત ખરાબ રહી હતી અને તેનો પહેલો થ્રો ફાઉલ રહ્યો હતો. આ પછી તેણે પોતાના બીજા પ્રયાસમાં 88.44 મીટરનો થ્રો કર્યો હતો. અને અન્ય થ્રોઅરથી લીડ મેળવી લીધી હતી. તેણે ત્રીજા પ્રયાસમાં 88.00 મીટર અને ચોથા પ્રયાસમાં 86.11 મીટર, પાંચમા પ્રયાસમાં 87.00 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 83.60 મીટર થ્રો કર્યો હતો.