ઓસ્ટ્રેલિયાના PM અન્થની અલ્બનીઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પહેલી ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન સંયુક્ત પ્રેસ બ્રિફિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. તેણે કહ્યું કે મેં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાના રિપોર્ટ જોયા છે. મેં આ વાત પીએમ અલ્બનીઝને કહી અને તેમણે મને ખાતરી આપી કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે પ્રાથમિકતા છે.
બંને દેશો વચ્ચે આર્થિક સમજૂતી સંભવ
પીએમ મોદીએ કહ્યું કે અમારી ટીમો બંને દેશો વચ્ચે આર્થિક સમજૂતી પર કામ કરી રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પીએમએ કહ્યું કે આજે હું અને પીએમ મોદી આર્થિક સમજૂતી વહેલી તકે પૂર્ણ કરવા માટે સંમત થયા છીએ. મને આશા છે કે વર્ષના અંત સુધીમાં અમે તેને અંતિમ સ્વરૂપ આપીશું.
પીએમ મોદીએ કહ્યું- અમે આજે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા પર પણ ચર્ચા કરી. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં સુરક્ષા સહયોગ એક આવશ્યક આધારસ્તંભ છે.