Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પડધરીના તરઘડીમાં વાડીમાં બાંધકામની મજૂરીએ આવેલા પ્રૌઢ અને તેનો મિત્ર ગુરૂવારે રાત્રે જમવા બેઠા હતા ત્યારે મચ્છીનું શાક સ્વાદિષ્ટ નહીં બન્યાનું કહી પ્રૌઢ પર તેનો મિત્ર લાકડીથી તૂટી પડ્યો હતો અને લાકડીના ઘા ઝીંકી પ્રૌઢને મોતને ઘાટ ઉતારી દીધા હતા, પોલીસે આરોપીને સકંજામાં લીધો હતો.

પંચમહાલના ધોધંબા તાબેના સારોજા ગામના છત્રસીંગ વજેસીંગ પટેલિયા (ઉ.વ.58), તેના બે મિત્રો બળવંત મડુ અને રમણ મનસુખ પટેલિયા તરઘડીમાં મુકેશભાઇ શેઠની વાડીમાં સેન્ટ્રિંગ કામની મજૂરીએ આવ્યા હતા, ગુરૂવારે રાત્રે ત્રણેય મિત્રોએ રસોઇ બનાવી હતી, બળવંતે રોટલા રોટલી તો છત્રસીંગે મચ્છીનું શાક બનાવ્યું હતું, રસોઇ બન્યા બાદ રમણ પટેલિયા નહાવાનું કહીને બહાર નીકળ્યો હતો.

રમણને આવવામાં મોડું થતાં બંને મિત્રો જમવા બેઠા હતા, જમતી વખતે બળવંતે કહ્યું હતું કે, મચ્છીનું શાક સ્વાદિષ્ટ બન્યું નથી, શાકની રસોઇની ટીકા થતાં છત્રસીંગ અને બળવંત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતતી, ઉશ્કેરાયેલા બળવંતે બાજુમાં પડેલો લાકડાનો ધોકો ઉપાડ્યો હતો અને મિત્ર છત્રસીંગ પર આડેધડ તૂટી પડ્યો હતો, ધોકાના ચારેક ઘા ઝીંકાતા છત્રસીંગ લોહિયાળ હાલતમાં ઢળી પડ્યા હતા, અને હુુમલાખોર બળવંત નાસી ગયો હતો.